NSS યુનિટ દ્વારા પાલનપુરમાં આવેલી જુદી જુદી પ્રતિમાઓની સાફ-સફાઈ કરવામાં આવી.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના એન.એસ.એસ. યુનિટ ધ્વારા આજ તારીખ 07/10/2023 ના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુરમાં આવેલા જુદા-જુદા મહાન વ્યક્તિઓની પ્રતિમાઓની સફાઈ તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં એન.એન.એસ ના 21 જેટલા વિદ્યાર્થીઓ એ પાલનપુરના વિવિધ સ્થળોએ આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, ડો. બી.આર.આંબેડકરની પ્રતિમા, મહારાણા પ્રતાપની પ્રતિમા, બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈની પ્રતિમા વગેરેની સાફ સફાઈ કરી તથા ફૂલહારથી સન્માનિત કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. યોગેશ બી. ડબગર હાજર રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર પ્રા. આર.ડી વરસાતે કર્યું હતું,

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!