પદયાત્રી છાતીમાં દુખાવો થતા CPR આપવામાં આવ્યું : અંબાજી મેળામાં પોલીસની સરાહનીય કામગીરી
ત્રિશુલિયા ઘાટ પાસે પદયાત્રી યુવકને છાતીના ભાગે દુ:ખાવો થતાં બેભાન થયો, પોલીસે CPR આપી જીવ બચાવ્યો.
અંબાજી મેળામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. મોડી રાત્રે ત્રિશુલિયા ઘાટ પાસે પદયાત્રીને છાતીના ભાગે ગંભીર દુખાવો થતાં યાત્રિક બેભાન થઈ ગયો હતો જેથી આજુબાજુથી ચાલતા માઈ ભક્તો યાત્રિકની મદદથી લાગ્યા હતા. જેવામાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તત્કાલીક પહોંચી બેભાન યુવકને પોલીસ દ્વારા સતત સીપીઆર આપી જીવ બચાવ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મા અંબાના ધામે લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે માના ધામે પહોંચતા દરેક રસ્તા ઉપર માનવ સાંકળ પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે રાત દિવસ ચાલીને દૂર દૂરથી લોકો માં અંબા ના ધામે પહોંચી માં ચરણોમાં શીશ નમાવી રહ્યા છે જેમાં દાતા અંબાજી રોડ પર ત્રીસળયા ઘાટ પાસે એક પદ યાત્રી યુવકને છાતીના ભાગે ગંભીર દુખાવો થતાં યુવક જૂથ જોતા માં ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. જેથી આજુબાજુથી ચાલતા પદયાત્રીઓ યુવકની મદદથી લાગી ગયા હતા નજીકથી પસાર થતા જિલ્લા ટ્રાફિક પોલીસ યુવકની મદદે આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા બેભાન યુવકને સતત સીપીઆર આપવામાં આવતા યુવક ભાનમાં આવ્યો હતો જે બાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ટ્રાફિક પોલીસ એસીપીઆર આપી અને યુવકનું જીવ બચાવ્યો છે.