છેલ્લા 11 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈ ભક્તો માટે લાગતો સેવા કેમ્પ
છેલ્લા 11 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈ ભક્તો માટે લાગતો સેવા કેમ્પ
ગુજરાતનાં શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રીઓની સેવામા ફીનોલેક્સ પાઇપ દ્વારા છેલ્લા 11 વર્ષથી દાંતા અને વડાલી ખાતે કેમ્પ લગાવી માઈ ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. આ બંને રૂટ પર 50-50 જેટલાં વ્યક્તિઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે જેમાં કંપની અધિકારીઓ, ડીલર, રિટેલર તેમજ પ્રોફેશનલ ડોક્ટર ખડેપગે સેવા કરી રહ્યા છે. આ બંને સેવા કેમ્પમાં મેડિકલ સેવાઓ, પ્રસાદ તેમજ પીપી બેગ નું વિતરણ કરાઈ રહ્યું છે જે વરસાદી વાતાવરણમાં ખુબ ઉપયોગી થઇ રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી સેવા કરતા આ ફીનોલેક્સ પાઇપના આ સેવા કેમ્પમા પદયાત્રા કરી આવતા લાખો માઇભક્તો પણ સેવા લઇ કેમ્પ સંચાલકોની સેવાને બિરદાવી રહ્યા છે. કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર ચિરાગભાઈ પાગડાર અને રીજનલ સેલ્સ મેનેજર વિશ્વજીત હરુગડેની વિશેષ ઉપસ્થિતમાં આ સેવા કેમ્પ આરંભ કરવામાં આવ્યો હતો.બનાસકાંઠાના આ સેવા કેમ્પમાં ખાસ રાકેશભાઈ પટેલ-ગુજરાત સેલ્સ મેનેજરની દેખરેખમા આ કેમ્પ મા તમામ પ્રકારની સેવાની ખાતરી પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફીનોલેક્સ પાઇપ કંપનીના સેવા કેમ્પના કાર્યને પણ દર વર્ષે વખાણવામાં આવે છે અને સાથે જ સન્માનપત્ર આપી ભાવથી સન્માન કરવામાં પણ આવે છે. આ કેમ્પ મા સેવા તેમજ સ્વછતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે જેથી માઈ ભક્તો પણ સેવાની અનેરી હૂંફ મેળવી પોતાની થકાનને દુર કરે છે. આ વિશે ફીનોલેક્સ પાઇપ કંપનીના સેલ્સ મેનેજર જોડે વાત કરતા સેવા કેમ્પ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
પવન એક્સપ્રેસ
ભીખાલાલ પ્રજાપતિ
https://www.youtube.com/@pavanexpress2021