કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી.

કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ‘આ વાતનું ખાસ ધ્યાન રાખવું’

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય, આ સિવાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃતિઓ અને ગુનાહિત હિંસાને જોતા તમામને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.

કેનેડામાં ભારતીય નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી

  • ભારતીય નાગરિકો અને મુસાફરી વિશે વિચારતા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે.
  • તાજેતરમાં, ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના વર્ગોને નિશાન બનાવ્યા છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.
  • તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય.
  • અમારા હાઈ કમિશન/કોન્સ્યુલેટ જનરલ કેનેડામાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે.
  • કેનેડામાં બગડતા સુરક્ષા વાતાવરણને જોતાં ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓને અત્યંત સાવધાની રાખવાની અને જાગ્રત રહેવાની સલાહ આપવામાં આવે છે.
  • ભારતીય નાગરિકો અને કેનેડામાં ભારતના વિદ્યાર્થીઓએ પણ તેમની સંબંધિત વેબસાઈટ અથવા MADAD પોર્ટલ madad.gov.in દ્વારા ઓટ્ટાવા ખાતેના ભારતના હાઈ કમિશન અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં નોંધણી કરાવવી આવશ્યક છે. નોંધણી હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલને કોઈપણ કટોકટી અથવા અપ્રિય ઘટનાની સ્થિતિમાં કેનેડામાં ભારતીય નાગરિકો સાથે વધુ સારી રીતે જોડાવા માટે સક્ષમ બનાવશે.

કેનેડા સરકારે પણ એક એડવાઈઝરી જાહેર કરી હતી

ભારત સરકારની આ એડવાઈઝરી કેનેડા માટે જવાબ છે કારણકે હજુ એક દિવસ પહેલા જ કેનેડા સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતમાં રહેતા નાગરિકો સાવચેતી રાખવા કહેવામાં આવ્યું હતું. કેનેડા દ્વારા જાહેર કરેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હુમાલાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં સાવધાની રાખવી જોઈએ તેમજ જો સંભવ હોય તો ભારતમાં બિન-જરુરી યાત્રા ન કરવી જોઈએ.

હિન્દુઓને કેનેડા છોડવાની ધમકી આપી હતી

આ પહેલા આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે. ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિને ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડવા કહ્યું છે. તેમણે ભારતે સમર્થન આપવા તેમજ નિજ્જરની હત્યાની ઉજવણી કરવા બદલ ભારતીયોને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2019થી ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!