હાઇવે પર ખાડાઓ પૂરવામાં ન આવતા પાણી ભરાયા,વાહન ચાલકોને હાલાકી

પાલનપુર-આબુ હાઇવે પર ખાડાઓ પૂરવામાં ન આવતા પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

પાલનપુર-આબુ હાઈવે પર નવીન બ્રિજની એક સાઇડ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બંને સાઈડ ખાડા પડ્યા હતા, એક સાઇડ ખાડા પૂરવામાં આવ્યા છે જ્યારે બીજી સાઈડમાં ખાડા હજુ પણ યથાવત્ રહેતા અત્યારે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. જેને લઈ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પાલનપુર-આબુ હાઇવે પરથી પસાર થવું લોકોને માથાના દુખાવા સમાન પુરવાર થઇ રહ્યુ છે. પરંતુ ના છુટકે તે માર્ગ પરથી પસાર થવુ પડે છે નહી તો રોંગ સાઇડમાં બિહારી બાગ સુધી આવવુ પડે છે. જેના કારણે અકસ્માતની ભીતિ રહે છે નેશનલ હાઇવે પર વરસાદના કારણે પાણી ભરાઇ જતા રોડ પર મસમોટા ખાડા પડી ગયા હતા. એક તરફના માર્ગ પરના ખાડા પૂરી વરસાદી પાણીના નિકાલ માટેની હંગામી કામગીરી કરવામાં આવી છે. જેથી હાઇવે પરથી પાણી નીકળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ બ્રિજની બીજી તરફ એટલે કે આબુરોડ થી બિહારી બાગ તરફ જવાના માર્ગ પર મસમોટા ખાડા હજુ એમ જ છે, જેના કારણે વરસાદી પાણી આ ખાડાઓમાં ભરાઈ ગયું છે. જેથી વાહન ચાલકો તેમજ લોકોને આ માર્ગ પરથી ચાલવું માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહ્યુ છે. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક બાઈક ચાલકો તો આ ખાડામાં પડતા નજરે પડતા હોય છે. જેથી ઝડપથી ખાડા પૂરી આ માર્ગ પરથી ખાડારાજ દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!