ગેલેક્સીયન ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ગેલેક્સીયન બેબીલીગ ધ સ્કૂલ ઓફ સાયન્સ ના મેદાન ઉપર યોજાઈ
ગેલેક્સીયન ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ગેલેક્સીયન બેબીલીગ ધ સ્કૂલ ઓફ સાયન્સ ના મેદાન ઉપર યોજાઈ.જેમા એજ કેટેગરી U-10 , U -12 તથા U-14 ની ટીમો એ ભાગ લીધો જેમા કુલ 300 ખેલાડી ઓએ ભાગ લીધો તારીખ 27- ઓગસ્ટ-2023 થી શરૂ થયેલ ટુર્નામેન્ટ ત્રણ તબક્કા માં થઈ પ્રથમ તબક્કા માં લીગ નું આયોજન થયેલ જે તારીખ 27- ઓગસ્ટ-2023 અને 03- સપ્ટેમ્બર-2023 રમાઈ જેમા કવોલીફાઈ થયેલ ટીમ ની સુપર લીગ મેચ તારીખ 10 – સપ્ટેમ્બર-2023 ના રોજ રમાઈ હતી
જેમા સુપર લીગ મા કવોલીફાય ટીમ વચ્ચે તારીખ 17 – સપ્ટેમ્બર- 2023 ના રોજ ફાઇનલ મેચ રમાઈ
જેમાં U -10 એજ કેટેગરી માં
7 સ્ટાર ફૂટબોલ એકેડમી હિંમતનગર ની ટીમ વિજેતા
ગેલેક્સીયન ફૂટબોલ એકેડમી પાલનપુર ની ટીમ ઉપ વિજેતા
થઈ
–>U -12 માં
આરકે ફૂટબોલ એકેડમી મહેસાણા વિજેતા
ડી એલ એસ એસ ગઢ ઉપવિજેતા
–>U – 14 માં
ડી એલ એસ એસ ગઢ વિજેતા
સેન્ટ સેવિયર હિંમતનગર ઉપવિજેતા થઈ હતી
આ ટુર્નામેન્ટ સફળ બનાવવા મા ધ સ્કૂલ ઓફ સાયન્સ તથા રોકવે જીમ નવા ગંજ, કલ્પવૃક્ષ , સાઈ સપોર્ટ, એકતા ગૃપ, ડૉ અમિત વૈઘ,માય ફોન, મીરા આઇસક્રીમ નો મોટો ફાળો રહ્યો
ગેલેક્સીયન ફૂટબોલ એકેડમી ના મેચ ઓફિશિયલ સન્ની ચૌહાણ રેફરી કમીટી હર્ષ ઠાકર, પિયુષ ઠાકોર, રીષી મેવાડા, જતિન મેવાડા,શિવમ આઉતડે તથા ઓથોરાઈસ આયેશા કુરેશી અને નિર્મલ મલ્હોત્રા ના માર્ગ દર્શન હેઠળ ટુર્નામેન્ટ યોજાઈ હતી.