ગઠામણ ગામે મેરી મિટ્ટી મેરા દેશની કળશ યાત્રા નીકળી.
ગઠામણ ગામે મેરી મિટ્ટી મેરા દેશની કળશ યાત્રા ટ્રેક્ટરમા નીકળી.
તલાટી, પૂર્વ સરપંચ સહિત ગામના 150 લોકો જોડાયા
પાલનપુર તાલુકાના ગઠામણ ગામે શનિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિની ઉજવણી અંતર્ગત મેરી મીટી મેરા દેશ કળશ યાત્રા ટ્રેકટરમાં નીકાળવામાં આવિ હતી.ઉત્સવમા તલાટી, પૂર્વ સરપંચ સહિત ગામના 150 લોકો જોડાયા હતા.
પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિની ઉજવણી અંતર્ગત મેરી મીટી મેરા દેશ કળશ યાત્રા ઉત્સવ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો. જેમાં ગામનાં પૂર્વ સરપંચ, તલાટી સહિતના લોકો કળશ અને તિરંગા સાથે ઉજવણી કરી હતી.કળશને ગામનાં લોકોનાં ધેર-ધેર લઈ કંઇ કંકુ તિલક કરવામા આવ્યુ હતું.રેલીમા ટ્રેકટર સહિત બાળકોએ ભારત માતા, ભૂમિ પુત્રી, આર્મી નાં વેશ પરિધાન કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. સાથે વાજતે ગાજતે પંચાયતથી કાર્યક્રમની શુભ શરૂૂઆત કરવામાં આવી હતી. બાદમાં ગ્રામ પંચાયત દ્વારા લગાવેલ સહિદ વીરોની તકતીની જગ્યા એ પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાન મનુભાઈ પ્રજાપતિ, ગામના તલાટી,પૂર્વ સરપંચ સહીત આંગણ વાડી વર્કર બહેનો, શિક્ષિકા બહેનો, ગ્રામજનો હોંશે હોંશે જોડાઈને કાર્યક્ર્મ ને દીપાવ્યો હતો.
ભીખાલાલ