સાંસદશ્રી પરબતભાઇ પટેલ દ્વારા જન્મદિન ઉજવણી પ્રસંગે ૨૭૫ અતિ કુપોષિત બાળકોને પોષણકીટ વિતરણ કરાઈ.

સાંસદશ્રી પરબતભાઇ પટેલ દ્વારા જન્મદિન ઉજવણી પ્રસંગે ૨૭૫ અતિ કુપોષિત બાળકોને પોષણકીટ વિતરણ કરાઈ.

APMC માર્કેટ યાડૅ- અને ગાયત્રી હાસ્કુલ થરાદ ખાતે પોષણમાસની ઉજવણી કરાઈ

(માહિતી બ્યુરો,પાલનપુર)

પોષણ માસ-૨૦૨૩ અંતર્ગત જિલ્લાભરમાં પોષણમાસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા- ધાત્રી માતાઓ- બાળકો તેમજ ગ્રામ્ય લોકોને પોષણ અંગે જાગૃતિ આપતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જે અંતર્ગત APMC માર્કેટ યાડૅ- થરાદ અને ગાયત્રી હાસ્કુલ થરાદ ખાતે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઇ પટેલ દ્વારા પોષણ માસની ઉજવણી અને તેઓની ૭૫ મી વર્ષગાંઠ (જન્મ દિન)ને અનુલક્ષીને આઇસીડીએસ ઘટક થરાદ-૧-૨ ના ૨૭૫ અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટ આપવામાં આવી હતી. પ્રત્યેક પોષણ કીટમાં ૫૦૦ ગ્રામ દ્રાક્ષ, ૫૦૦ ગ્રામ ચણા, ૫૦૦ ગ્રામ અરબી ખજુર, ૨૫૦ ગ્રામ મખાના, ૨૫૦ ગ્રામ જરદાળૂં, નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ગુજરાત વિધાન સભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી , રાજ્યના આરોગ્યમંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલ સહિતના મહાનુભવોના હસ્તે પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે થરાદ તાલુકાના ૬૦ આંગણવાડી કાર્યકર, થરાદ સીડીપીઓશ્રી કશ્મીરાબેન ઠાકર, અરુણાબેન પટેલ, બ્લોક કોઓર્ડીનેટર રમેશભાઇ બોચીયા- પાણ વિષ્ણૂંભાઇ તથા તમામ મુખ્ય સેવિકા બહેનો, પી.એસ.ઇ સ્ટાફ હાજર રહયા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!