ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામમા 1200 જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાયું
ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામમા 1200 જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાયું
ગણેશપુરામાં આવેલ ઉમિયા વિદ્યાલયમાં શુભારંભ કરાયો : તાલીમના અંતે પરીક્ષા ફરજિયાત
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા શાખા દ્વારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં જર્નલિસ્ટ, બી.એસ.સી.નર્સિંગ, બીએ, બીકોમ, બીએસસી, બીએડ, એમએડ એસ એસ સી અને એચ એસ સી અભ્યાસ કરેલ ઉમેદવારો ટ્રેનિંગ સેન્ટરમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પાલનપુર ખાતે શુક્રવારનાં રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા શાખા દ્વારા ફર્સ્ટ એઇડ ટ્રેઈનીંગ પ્રોગ્રામનો ઉમિયા વિદ્યાલયમાં આપવામાં આવી રહી છે જે કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે 2000 જેટલી સંખ્યાનું રજીસ્ટ્રેશન થયું હતું.જેમાં 30 વિદ્યાર્થિઓની એક બેન્ચ પ્રમાણે કુલ 19 બેન્ચમાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. જેમા પ્રોવિઝનલ સર્ટી મેળવવા કંડક્ટરની ભરતી માટે બેઝ અને લાયસન્સ માટે ફર્સ્ટ એઇડ તાલીમનું 8 દિવસની તાલીમ લેવી ફરજીયાત છે.અને તાલીમનાં અંતે પરીક્ષા પણ ફરજીયાત છે.
આ કાર્યક્રમ અંતર્ગત આઠ દિવસ સુધી 2 કલાક ફરજીયાત આવવાનું રહેશે. જે તાલીમ બાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા
શાખા દ્વારા પ્રોવિઝનલ સર્ટી આપવામાં આવશે. મેઈન સર્ટી દિલ્હીથી આવે છે તેવું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં ચેરમેન ગિરીશભાઈ જગાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.