આશાપુરા નવોદય ટ્રેનિંગ સેન્ટર અને બાલાચડી સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરનો ભવ્ય શુભારંભ.

આશાપુરા નવોદય ટ્રેનિંગ સેન્ટર અને બાલાચડી સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરનો ભવ્ય શુભારંભ.

વિદ્યાર્થીઓને સરળતા રહે એ હેતુથી હીરાબાગ ખાતે વિશાલ નગર માં આવેલ સરિતા વિદ્યાલય ખાતે શિવલાલભાઈ નંદવાણા દ્વારા સંચાલિત આશાપુરા નવોદય ટ્રેનિંગ સેન્ટર અને બાલાચડી સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. આ તકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા,ડૉ.વજુભાઇ માવાણી પૂર્વ  ડે. મેયર ,શહેર ભાજપ ઉપાધ્યક્ષ લક્ષમણભાઈ કોરાટ, કોર્પોરેટર નિરાલીબેન પટેલ, કિરણભાઈ ખોખાણી, ભાજપ અગ્રણી એમ.કે. વોરા તથા ચંદુભાઈ માળવી,ગોવિંદભાઇ આચાર્યશ્રી સુમન હાઇસ્કૂલ,ડૉ રજીતા મેડમ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન અજય સોંડાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે સંચાલક શિવલાલભાઈ, ટ્રસ્ટી સી.એ.સાવજ, ભરતભાઈ ત્રિવેદી દ્વારા સૌ ને આવકારવામાં આવ્યા હતા.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!