ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
દર મહિનાના પ્રથમ બુધવારને સાયબર લોક જાગૃતતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જે અનુસંધાને તા.૦૩/૦૭/૨૦૨૪ ને બુધવારના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ભોયણ-ડીસા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા નાઓએ પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડના બનાવોનું સુંદર માર્ગદર્શન આપ્યું. જેમાં 100 થી વધુ આઈટીઆઈ ટ્રેડના તાલીમાર્થીઓ હાજર રહેલ.