મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને નવા કાયદાઓ : રાજદ્રોહના ગુનાને હટાવવો/દૂર કરવું :

મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને નવા કાયદાઓ :

(1) ભારતીય ન્યાય સંહિતા(BNS), ઈલેક્ટ્રોનિક ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ્સ (e-FIRs) દ્વારા મહિલાઓ સામેના ગુનાઓની જાણ કરવા માટે એક પરિવર્તનકારી અભિગમ રજૂ કરે છે. તે એવા જઘન્ય ગુનાઓની ઝડપી જાણ કરવામાં મદદ કરે છે, જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ડિજિટલ પ્લેટફોર્મ પરંપરાગત અવરોધોને દૂર કરતા તાત્કાલિક રિપોર્ટિંગની સુવિધા આપે છે અને સમયસર રિપોર્ટિંગ પર ભાર મૂકતા સ્થાપિત કાનૂની સિદ્ધાંતોના સારને પ્રતિબિંબિત કરે છે. હરપાલ સિંહ કેસ (1981) સહિત ન્યાયિક દાખલાઓ, રિપોર્ટિંગમાં વિલંબને અસર કરતા સામાજિક પરિબળોને ઓળખવામાં પડઘો પાડે છે.

(2) ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પીડિતો માટે ગુનાની જાણ કરવા માટે એક વિવેકપૂર્ણ અને સમજદાર માર્ગ પ્રદાન કરે છે. તે ભોગ બનનાર પીડિતોને કલંકના ડર વિના કાનૂની પ્રક્રિયા આગળ વધારવા માટે સશક્ત બનાવવા માટે વિકસિત સામાજિક-કાનૂની અભિગમ સાથે સંરેખિત કરે છે. સામાજિક દબાણને કારણે આવા ગુનાઓની ઐતિહાસિક અન્ડર-રિપોર્ટિંગની સમસ્યાને સંબોધિત કરવામાં આવી છે, જે પીડિત-કેન્દ્રિત અને સહાનુભૂતિપૂર્ણ કાનૂની પ્રણાલીની હિમાયત કરતી વ્યાપક સામાજિક કથા સાથે પડઘો પાડે છે. જનજાગૃતિ ઝુંબેશ, ટેક્નોલોજીકલ નવીનતાઓ અને સામાજિક સમજ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે. e-FIR ના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને તેમની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગેની કોઈપણ આશંકાને દૂર કરવા માટે અસરકારક સંચાર મહત્વપૂર્ણ અને સર્વોપરી છે.

(3) લગ્નનું ખોટું આશ્વાસન : વચન અને કપટની સામાજિક ચિંતાઓનું સંબોધન : BNS માં ખાસ કરીને લગ્નના ખોટા વચનો સંબંધિત સામાજિક ચિંતાઓ/સમસ્યાઓના ઉકેલ માટે કલમ 69 રજૂ કરવામાં આવી છે. આ જોગવાઈ IPC હેઠળના વર્તમાન કાયદાકીય લેન્ડસ્કેપમાંથી એક ચિહ્નિત સ્પષ્ટ પ્રસ્થાન છે, જે ઘણીવાર ખોટા વચનો પર આધારિત જાતીય સંબંધ/સંભોગના કેસોને સંબોધવા માટે 375 અને 376 જેવા વ્યાપક કલમો પર આધાર રાખે છે.

(4) કલમ 69 માં છેતરપિંડી/છળ/કપટ કરીને જાતીય સંબંધ બનાવવા અથવા સાચા ઉદ્દેશ્ય વિના લગ્ન કરવાનું વચન આપતી વ્યક્તિઓ માટે લક્ષિત દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલું લગ્નના ખોટા વચનો પર વધુ સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને, હાલના કાયદાકીય માળખામાં નોંધપાત્ર તફાવત ભરવાનો પ્રયાસ છે.

 

(5) ભારતના ફોજદારી કાયદાના સુધારાની આધારશિ ફરિયાદીને પ્રોત્સાહન આપવાની છે. BNSS ની સુધારેલી કલમ 193(3), CrPC ની કલમ 173(2) ને પ્રતિબિંબિત કરે છે, જે કાયદાના અમલીકરણ અને પીડિત વચ્ચે સહજીવન સંબંધ ફરજિયાત કરે છે. પોલીસ હવે ફરિયાદીને તપાસની પ્રગતિ અંગે માહિતી આપીને અપડેટ કરશે, જે પરંપરાગત પ્દ્ધતિઓ/પ્રથાઓથી જુદી છે. આ માહિતીઓનું ઇલેક્ટ્રોનિક વિતરણ કરવાની વ્યવસ્થા, ડિજિટલ યુગની શરૂઆત કરે છે અને પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે.

રાજદ્રોહના ગુનાને હટાવવો/દૂર કરવું :

ઇતિહાસ :

IPCમાં ઉલ્લેખિત રાજદ્રોહના ગુનાના કાયદાકીય મૂળ, મેકોલે અધીન કાયદા પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ 1837 ના ડ્રાફ્ટ પીનલ કોડની કલમ 113 માં મળે છે. જો કે, 1860 ના ભારતીય દંડ સંહિતા તરીકે ડ્રાફ્ટ પીનલ કોડ ઘડવામાં આવ્યો ત્યારે, એક સરતચૂકને કારણે તે અવગણવામાં આવ્યો હતો. બાદમાં 1870માં કલમ 124A તરીકે આ કલમ દાખલ કરવામાં આવી હતી. આ જોગવાઈનું મૂળ 1792 ના બદનક્ષી અધિનિયમ હેઠળ ‘રાજદ્રોહી બદનક્ષી’ ના ખ્યાલમાં પણ હતું. બ્રિટિશ સંસદે 2009માં કોરોનર્સ એન્ડ જસ્ટિસ એક્ટ, 2009ની કલમ 73 દ્વારા રાજદ્રોહના ગુનાને રદ કર્યો હતો.

(2) આ કલમની ઘણીવાર લોકોના મોટા વર્ગ દ્વારા સતત ટીકા કરવામાં આવતી રહી છે, જેઓ આને વસાહતી દમનના સૌથી શક્તિશાળી સાધન તરીકે જોતા હતા. આ કલમનો ઉપયોગ બ્રિટિશરો દ્વારા મહાત્મા ગાંધી અને બાલ ગંગાધર તિલક સહિતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતાઓ સામે કરવામાં આવ્યો હતો.

કાયદા પંચના અહેવાલો/LCRની વિવિધ ભલામણો :

(3) 42માં LCRએ રાજદ્રોહની જોગવાઈની મર્યાદા/વ્યાપ માત્ર સરકાર સુધી જ નહીં, પરંતુ બંધારણ, સંસદ અને રાજ્ય વિધાનસભાઓ અને ન્યાય પ્રશાસન સુધી પણ વધારવાની ભલામણ કરી હતી.

(4) રાજદ્રોહ સહિતના ગુનાઓ અંગે ભૂતકાળમાં વિવિધ કાયદા પંચોએ જુદી-જુદી ભલામણો રજૂ કરી છે. 42મા LCRએ કલમ 121A, 124, 124A અને 125માં નોંધપાત્ર સુધારાની ભલામણ કરી. 1978ના ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ બિલમાં બહુ ઓછા મહત્વના ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી હતી અને નવી કલમ 123A દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભારતના દુશ્મનોને મદદ કરવાની વૃત્તિને ગુનો માનવામાં આવે છે. 1997માં 154મી LCRએ દરખાસ્ત કરી હતી કે, કલમ 121Aમાં કોઈ નોંધપાત્ર ફેરફારોની જરૂર નથી અને કલમ 124Aને બદલવાની ભલામણ કરી હતી.

(5) તાજેતરના ભૂતકાળમાં, સુપ્રીમ કોર્ટે IPCની કલમ 124A ને સ્થગિત કરી દીધી છે. નોંધપાત્ર રીતે, ભારતના કાયદા પંચે તેના 279મા અહેવાલમાં રાજદ્રોહના ગુનાને કાનૂનની પુસ્તકો પર જાળવી રાખવાની ભલામણ કરી હતી.

(6) લો કમિશને એપ્રિલ, 2023માં ‘રાજદ્રોહના કાયદાનો ઉપયોગ’ પર બહાર પાડવામાં આવેલ રિપોર્ટ નંબર 279માં તેનો વિચારણાભર્યો અભિપ્રાય રજૂ કર્યો હતો કે, IPCમાં કલમ 124A જાળવી રાખવાની જરૂર છે. જોકે, તેના અહેવાલમાં સૂચવ્યા મુજબ, તેમાં કેદારનાથ સિંહ વિ. બિહાર રાજ્ય (AIR 1962 SC 9551)ના કિસ્સામાં નક્કી કરાયેલા ગુણોત્તરને સામેલ કરીને કેટલાક સુધારાઓ રજૂ કરવામાં આવી શકે છે, જેથી જોગવાઈના ઉપયોગ અંગે વધુ સ્પષ્ટતા લાવી શકાય. તેણે વધુમાં ભલામણ કરી હતી કે, ઉપરોક્ત કલમ હેઠળ પૂરી પાડવામાં આવેલ સજાની યોજનામાં સુધારો કરવામાં આવે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, તેને IPCના પ્રકરણ VI હેઠળના અન્ય ગુનાઓની સમાનતામાં લાવી આવી છે.

(7) વધુમાં, કલમ 124A ના દુરુપયોગ અંગેના મંતવ્યોથી માહિતગાર, કમિશને ભલામણ કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા તેને રોકવા માટે મોડેલ માર્ગદર્શિકા જારી કરવામાં આવે. કમિશનનું દ્રઢપણે માનવું હતું કે તેને સામેલ કરવાથી આ જોગવાઈના ઉપયોગ સાથે સંકળાયેલી ચિંતાઓને દૂર કરવામાં ઘણી મદદ મળશે.

(8) નવી BNS એ રાજદ્રોહની કલમો દૂર કરી દીધી છે.

ટેબલ 2 : કલમ 124A  IPC અને કલમ 152 BNS વચ્ચે તુલના

કલમ 124A IPC – રાજદ્રોહ

જે કોઈ પણ શબ્દો દ્વારા, અથવા તો બોલવામાં કે લખવામાં, અથવા સંકેતો દ્વારા, અથવા દૃશ્યમાન ચિત્રણ દ્વારા, અથવા અન્યથા, ભારતમાં કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે ધૃણા અથવા તિરસ્કાર ઉત્પન્ન કરે છે અથવા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે અથવા અસંતોષને ઉત્તેજિત કરે છે અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે, તેને આજીવન કેદની સજા કરવામાં આવશે. જેમાં દંડ ઉમેરી શકાય છે, અથવા તો દંડ સાથે કે દંડ ઉમેરી શકાય તે રીતે જેલ/કારાવાસ સાથે ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે.

સમજૂતી :

(1) “અસંતોષ” અભિવ્યક્તિમાં વિશ્વાસઘાત અને શત્રુતા/દુશ્મનીની બધી લાગણીઓ શામેલ છે. (2) સરકારના પગલાં પ્રત્યે ધૃણા, તિરસ્કાર અથવા અસંતોષને ઉત્તેજિત કરવા અથવા ઉશ્કેરવાનો પ્રયાસ કર્યા વિના, કાયદેસર માધ્યમો દ્વારા તેમાં ફેરફારો મેળવવાના હેતુથી અસ્વીકૃતિ/અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ, આ કલમ હેઠળ ગુનો બનતી નથી. (3) સરકારની વહીવટી અથવા અન્ય કાર્યવાહી પ્રત્યે ધૃણા અને તિરસ્કાર વગર અથવા અસંતોષને ઉત્તેજિત કરવા અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યા વિના અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ, આ કલમ હેઠળ ગુનો બનતી નથી.

કલમ 152 BNS : ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો

જે કોઈ પણ, હેતુપૂર્વક અથવા જાણી જોઈને, શબ્દો દ્વારા, કાં તો બોલવામાં અથવા લખવામાં, અથવા સંકેતો દ્વારા, અથવા દૃશ્યમાન રજૂઆત દ્વારા, અથવા ઈલેક્ટ્રોનિક સંચાર દ્વારા અથવા નાણાકીય માધ્યમનો ઉપયોગ કરીને, અથવા અન્યથા, અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓ ઉત્તેજિત કરે છે અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે, અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહિત કરે છે અથવા ભારતના સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે છે; અથવા આવા કોઈપણ કૃત્યમાં સંડોવાયેલ હોય અથવા આચરણ કરે તો તેને આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની કેદની સજા થશે અને તે દંડને પણ પાત્ર રહેશે.

સમજૂતી :

આ કલમમાં ઉલ્લેખિત પ્રવૃત્તિઓને ઉત્તેજિત કર્યા વિના અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યા વિના, કાયદેસરના માધ્યમથી તેમાં ફેરફાર મેળવવાના હેતુથી સરકારની કાર્યવાહી અથવા વહીવટી અથવા અન્ય પગલાં પ્રત્યે અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ આ કલમ હેઠળ ગુનો બનતી નથી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!