ટકોરિયા ગામે ૧૧ વર્ષના બાળક ની લાશ મળી, પોલીસે શોધખોળ હાથ ધરી.

બનાસકાંઠા જિલ્લામાં એક માસુમ બાળક બાળકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે.

પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં રાત્રી દરમિયાન એક માસૂમ મોહમદ શેરસીયા અંદાજે  ૧૧  વર્ષ , એક ખેતરમાં તેની હત્યાં કરેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક ગ્રામજનોને મૃતદેહ નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે ગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃત બાળકની લાશને કબ્જે લઇ પી એમ માટે  પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ મામલે ગઢ પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે. માસૂમ બાળકની હત્યા કોને અને કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!