ડાક અદાલતમાં ગઢ પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ બનાવવા રજુઆત

ડાક અદાલતમાં ગઢ પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ બનાવવા રજુઆત

પાલનપુર તાલુકાના ગઢ ગામમાં વર્ષો પહેલાં માન.કલેક્ટર સાહેબ દ્રારા પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ બનાવવા ગામના જાહેર માર્ગ ઉપર પ્લોટ ફાળવેલ છે ..આ પ્લોટ અત્યારે ખુલ્લો પડેલ છે અને ગઢ પોસ્ટ ઓફિસ હાલમાં ભાડાના મકાનમાં ચાલે છે તો આ પ્લોટ ઉપર પોસ્ટ ઓફિસનું પોતાની માલિકીનું બિલ્ડીંગ બને એ માટે ગઢના સામાજિક અગ્રણી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ એ તા.28 જૂન 2024 ના રોજ પાલનપુર ખાતે યોજાયેલ ડાક અદાલતમાં લેખિત રજૂઆત કરેલ જે અનુસંધાને પોસ્ટ વિભાગ દ્રારા આ અંગે અરજદાર અમૃતભાઈ દેસાઈને લેખિત જવાબમાં જણાવેલ છે કે પોસ્ટ વિભાગે વડી કચેરી , અમદાવાદ દ્રારા 2021 – 22 થી 2025 – 26ની એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ હેઠળ ગઢ પોસ્ટ ઓફિસના નવીન બિલ્ડીંગ બનાવવાના પ્રસ્તાવનો સમાવેશ કરેલ છે જે અંગે યોગ્ય સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે

 

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!