કોરોના ની રસી કોવીસીલ્દ થી હાર્ટ એટેક, સ્ટ્રોક આવી સકે છે.2 વર્ષે બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર કર્યું.

એસ્ટ્રાઝેનેકા કંપનીની વેક્સિન ભારતમાં કોવીશીલ્ડના નામે ઓળખાય છે. તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને બનાવવામાં આવી હતી.

એપ્રિલ 2021માં વેક્સિનના કારણે તેમને લોહી ગંઠાઈ જવાની સમસ્યા થઈ હતી.

કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિન ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.

થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહી ગંઠાવા (Blood Clot) લાગે છે અથવા શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ મુજબ, એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે.

એસ્ટ્રાઝેનેકા વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે તરીકે ઓળખાય છે. આ પછી, હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં, કંપનીએ સ્વીકાર્યું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે.

આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1 હજાર કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

કંપનીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન બનાવી છે.
એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી તેની વેક્સિન બનાવી છે. જો કંપની સુનાવણી દરમિયાન સ્વીકારે છે કે તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે, તો કંપનીને દંડ થઈ શકે છે.

એપ્રિલ 2021માં, જેમી સ્કોટ નામના વ્યક્તિએ આ વેક્સિન લીધી હતી. આ પછી તેની તબિયત બગડી. શરીરમાં લોહી ગંઠાઇ જવાથી તેની સીધી અસર તેના મગજ પર પડી હતી. આ સિવાય સ્કોટને બ્રેનમાં ઈન્ટર્નલ રક્તસ્ત્રાવ પણ થયો હતો. રિપોર્ટ અનુસાર, ડોક્ટરોએ તેની પત્નીને કહ્યું કે તેઓ સ્કોટને બચાવી શકશે નહીં.

કંપનીએ કાનૂની દસ્તાવેજોમાં સાઈડ ઈફેક્ટનો થાય છે તેનો સ્વીકાર કર્યો.
ગયા વર્ષે, સ્કોટે એસ્ટ્રાઝેનેકા સામે ફરિયાદ નોંધાવી હતી. મે 2023માં, સ્કોટના આરોપોના જવાબમાં, કંપનીએ દાવો કર્યો હતો કે તેમની વેક્સિન TTSનું કારણ બની શકતી નથી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાનૂની દસ્તાવેજોમાં કંપનીએ આ દાવો પાછો ખેંચી લીધો હતો.

એસ્ટ્રાઝેનેકાએ લખ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં તેમની વેક્સિન TTSનું​​​​ કારણ બની શકે છે. જો કે, કંપની પાસે હાલમાં વેક્સિનમાં આ રોગનું કારણ શું છે તેની માહિતી નથી. આ દસ્તાવેજો સામે આવ્યા બાદ, સ્કોટના વકીલે કોર્ટમાં દાવો કર્યો છે કે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ વેક્સિનમાં ખામીઓ છે અને તેની અસરકારકતા વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી.

એસ્ટ્રાઝેનેકાએ કહ્યું, “અમારી સંવેદનાઓ એવા લોકો માટે છે કે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમારા નિયમનકારી સત્તાવાળાઓ તમામ દવાઓ અને વેક્સિનના સલામત ઉપયોગ માટે તમામ ધોરણોનું પાલન કરે છે.”

કંપનીએ વધુમાં કહ્યું, “વિવિધ દેશોના ક્લિનિકલ ટ્રાયલ અને ડેટાએ સાબિત કર્યું છે કે અમારી વેક્સિન સલામતીનાં ધોરણોને પૂર્ણ કરે છે. વિશ્વભરના રેગ્યુલેટર્સે પણ સ્વીકાર્યું છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં વધુ છે.”

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!