મહેસાણા હાઈવેના ડિવાઈડર સાથે બાઈક અથડાતાં એકનું મોત

મહેસાણા હાઈવેના ડિવાઈડર સાથે બાઈક અથડાતાં એકનું મોત

મહેસાણાના હાઈવે પર મોઢેરા અન્ડરપાસ નજીક ખોડિયાર રેસ્ટોરન્ટ સામે બાઈક ડિવાઈડર સાથે અથડાતાં પાછળ બેસેલા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહેસાણાના લાખવડી ભાગોળ ભોંયરાવાસમાં રહેતા વિક્રમસિંહ સેંધાજી ઠાકોર (ઉ.વ.૩૨) ગુરુવારે ભોંયરાવાસમાં જ રહેતા તેમના મિત્ર વિપુલજી બાબુજી ઠાકોર સાથે બાઈક (નં.GJ-02-ED-0511) પર જગુદણ ગયા હતા. તેઓ જગુદણથી પરત મહેસાણા આવી રહ્યા હતા ત્યારે સાંજે ચારેક વાગ્યે હાઈવે પર મોઢેરા અન્ડર પાસની પહેલાં ખોડિયાર રેસ્ટોરન્ટ સામે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં વિક્રમસિંહના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. બાઈકચાલક વિપુલજીને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના ભાઈ વિજયજીના નિવેદન આધારે બાઈકચાલક વિપુલજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતના પગલે પરિવારજનોમાં કલ્પાંત સાથે વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!